Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમેરિકામાં ગેરકાયદે આવી ગયેલા ભારતના ૧૨૯ સ્ટુડન્ટસ સાથે માનવતાભર્યો વહેવાર કરજોઃ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટીને ઇન્ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થી સહિત ૪ કોંગ્રેસમેનએ પત્ર લખી ભલામણ કરી

વોશીંગ્ટનઃ અમેરિકાની ફેક યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપસર હિરાસતમાં લેવાયેલા ભારતના ૧૨૯ સ્ટુડન્ટસ સાથે માનવતાભર્યો વહેવાર કરવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટીના સેક્રેટરીને પત્ર લખ્યો છે.

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માંગતા લોકોને પકડી પાડવા ખુદ સરકારે ઊભી કરેલી ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદેશોના કુલ ૬૦૦ જેટલા સ્ટુડન્ટસમાં  ભારતના ૧૨૯ સ્ટુડન્ટસનો સમાવેશ થાય છે. તેઓને અન્ય કાયદેસરની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવો કે દેશનિકાલ કરવા તે બાબત હવે પછી નક્કી થશે તે દરમિયાન આ તમામ સ્ટુડન્ટસ સાથે માનવીય વહેવાર કરવા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થી સહિત ૪ કોંગ્રેસમેનએ હોમલેન્ડ સિકયુરીટી ડીપાર્ટમેન્ટને પત્ર લખી અનુરોધ કર્યો છે.

 

(7:41 pm IST)