Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

" સદભાવના " : ભૂલથી બોર્ડર ઓળંગી પાકિસ્તાન પહોંચી ગયેલો આસામનો તરુણ ભારત પરત : પાકિસ્તાન સૈનિકોએ વાઘા બોર્ડર સુધી પહોંચાડ્યો

આસામ : ઓગસ્ટ 2018 માં આસામનો તરુણ 16 વર્ષીય બિમલ નારજેરી   ભૂલથી બોર્ડર ઓળંગી પાકિસ્તાન પહોંચી ગયો હતો જે અંગે ભારત સરકારને જાણ કરાતાં અને તે અંગે તપાસ કરતા તરુણ આસામનો વતની હોવાનું માલુમ પડ્યું હતું  જે અંગે પાકિસ્તાન સરકારને જાણ કરાતાં તેને પાકિસ્તાન લશ્કરે વાઘા બોર્ડર સુધી પહોંચાડી ભારત સરકારને પરત સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાનના બે નાગરિકો ભૂલથી સરહદ ઓળંગી ભારતમાં આવી ગયા હતા.જેઓને ભારત સરકારે ડિસેમ્બર માસમાં પરત સોંપ્યા હતા.આમ બંને દેશોએ સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડયું હતું

(12:08 pm IST)