Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

પાકિસ્તાનમાં હિન્દૂ મંદિરમાં તોડફોડ થવા દેવા બદલ 12 પોલીસ ઓફિસર નોકરીમાંથી બરતરફ : કટ્ટરવાદી મુસ્લિમોને અટકાવવામાં બેદરકારી દાખવ્યાના અહેવાલના આધારે લેવાયેલું પગલું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતમાં આવેલા હિન્દૂ મંદિરના પુનરોદ્ધાર વખતે 31 ડિસેમ્બરના રોજ કટ્ટરવાદી મુસ્લિમોએ હુમલો કરી મંદિરમાં તોડફોડ કરી હતી તેમજ મંદિરમાં રહેલી દેવી દેવતાઓની મૂર્તિઓ તેમજ ફોટાઓ તોડી ફોડી નાખ્યા હતા.ઉપરાંત નવા તથા જુના બાંધકામને તોડી નાખ્યું હતું.

રાજ્ય સરકારની મંજૂરી લીધા પછી આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ શરૂ થયું હતું.તેમછતાં અમુક કટ્ટરવાદી જૂથોએ હુમલો કરી મંદિરમાં તોડફોડ કરી હતી. જે અંગે ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસે તપાસ કરાવી હતી.તેનો અહેવાલ આવી જતા 12 પોલીસોને નોકરીમાંથી બરતરફ  તથા 33 પોલીસ કર્મચારીની નોકરી  એક વર્ષ માટે જપ્ત કરવા ભલામણ કરાઈ હતી. આધારે ઉપરોક્ત પગલું લેવાયું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(6:39 pm IST)