Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભારત વિવિધ ધર્મો વચ્ચે પણ એકતા ધરાવતો દેશ છે : બ્રિટનની પાર્લામેન્ટે કરી પ્રશંષા : ભારતમાં લઘુમતીને અન્યાય થાય તો સ્થાનિક તેમજ કેન્દ્રીય સ્તર સુધી પડઘા પડે છે : બ્રિટનના મિનિસ્ટર નિગેલ એડમ્સે માનવ અધિકાર મુદ્દે ભારતની લોકશાહીને શ્રેષ્ઠ ગણાવી

લંડન : બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતની ભારે પ્રશંશા કરાઈ હતી.જે મુજબ મિનિસ્ટર નિગેલ એડમ્સે જણાવ્યું હતું કે ભારત વિવિધ ધર્મો વચ્ચે પણ એકતા ધરાવતો દેશ છે. જ્યાં લઘુમતીને અન્યાય થાય તો સ્થાનિક તેમજ કેન્દ્રીય સ્તર  સુધી પડઘા પડે છે . માનવ અધિકાર મુદ્દે ભારતની લોકશાહી શ્રેષ્ઠ હોવાનું તેમણે  જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ભારતનું બંધારણ પણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે.જેઓએ ભારતની યાત્રા કરી છે તેમને ખબર હશે કે તે કેટલો અદભુત દેશ છે.જ્યાં સૌથી વધુ ધર્મો હોવા છતાં સાંપ્રદાયિક એકતા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)