Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગુરુવારે WHO ની ટિમ ચીનના વુહાન શહેરમાં પહોંચશે : કોરોના વાઇરસની ઉતપતી અંગે તપાસ કરશે : વિશ્વના 9 કરોડ જેટલા લોકોને સંક્રમિત કરી દેનાર કોરોના વાઇરસની ઉતપતી ની તપાસ માટે એક વર્ષ પછી જઈ રહેલી ટીમની કામગીરી અંગે સવાલો

બેજિંગઃ : વિશ્વના 9 કરોડ જેટલા લોકોને સંક્રમિત કરી દેનાર કોરોના વાઇરસની ઉતપતી ની તપાસ માટે ગુરુવારે WHO ની ટિમ ચીનના વુહાન શહેરમાં જઈ રહી છે.

જોકે કોરોના વાઇરસની ઉતપતી માટે અત્યાર સુધી ચીનનો બચાવ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની તટસ્થતા અંગે અનેક દેશોએ સવાલ ઉઠાવ્યા છે.તે સંજોગોમાં ચીનના વુહાન શહેરની આ ટિમ દ્વારા થનારી કામગીરી માટે પણ સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

કદાચ ચીનની સરકાર આ ટીમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન પણ કરી શકે છે.તેવું માનવામાં આવી રહ્યું છે.

(6:27 pm IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST