Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

H-1B વીઝાની મુદતમાં વધારો કરી શકવાનાં નિયમને યથાવત રાખવાની ઘોષણાંને ઉમંગભેર આવકાર : ઈન્‍ડિયન અમેરિકન અગ્રણીઓ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશનના શ્રી સુહાગ શુકલા, કોંગ્રેસવમુન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ સહિતના મહાનુભાવોએ અમેરિકન સરકારના નિર્ણયનો વધાવ્‍યો

વોશીંગ્‍ટન :  અમેરિકાનું ગ્રીન કાર્ડ ન મળે  ત્‍યાં સુધી H-1B વીઝાની મુદતમાં વધારો નહીં કરવાના ટ્રમ્‍પ સરકારના નિર્ણયમાં ફેરફાર કરી વીઝા મુદતમાં વધારો કરી શકવાનું યથાવત રાખવાની યુ.એસ. સિટીઝનશીપ એન્‍ડ ઇમીગ્રેશન સર્વિસીઝની ઘોષણાને અમેરિકામાં વસતા ભારતીયોએ ઉમંગભેર વધાવી લીધી છે. કારણ કે જો વીઝાની મુદતમાં વધારો કરવાનું બંધ કરાત તો અંદાજે ૭,૫૦,૦૦૦ જેટલા ભારતીયોને વતનમાં પાછુ ફરવાની નોબત આવત.

H-1B વીઝાની મુદત લંબાવી શકાશે તેવા નિર્ણયને યથાવત રાખવા બદલ આવકાર આપનાર ઇન્‍ડિયન અગ્રણીઓમાં કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન(HUF)'' ના શ્રી સુહાગ શુકલા, હિન્‍દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ  સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. જેમના મંતવ્‍ય મુજબ મુદત લંબાવવાનું રદ થાય તો યુ.એસ.ને વિદેશનોના બુધ્‍ધિધનનો લાભ મળતો અટકી જાત. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:38 pm IST)