Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અમેરિકાના આગામી પ્રેસિડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકકી હેલી બનશે : મિચેલ વોલ્‍ફ લિખિત બુકમાં સુશ્રી નિકકીને ટ્રમ્‍પના ઉતરાધિકારી ગણાવાયા

વોશીંગ્‍ટન : યુનાઇટેડ નેશન્‍શ ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકકી હેલી અમેરિકાના આગામી પ્રેસિડન્‍ટ તરીકેનું સ્‍થાન લઇ શકે તથા વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તેમને પોતાના ઉતરાધિકારી તરીકે આવકારશે તેવું તાજેતરમાં ૫ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ મિચેલ વોલ્‍ફ લિખિત બુકમાં જણાવાયું છે.

જો કે સુશ્રી નિકકી હેલીએ આ બુક અંગે કોઇ પ્રતિભાવ આપ્‍યા નથી. પરંતુ તેમને પ્રેસિડન્‍ટ બનવાની મહત્‍વાકાંક્ષા હોવાનું બુકમાં લખાયુ છે.ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તથા વ્‍હાઇટ હાઉસએ આ બુક બરતરફ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી નિકકી હેલી યુ.એન. ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર તરીકે ઉભરી આવ્‍યા છે. તેમજ ટ્રમ્‍પની વિદેશ નીતિઓના વાચા આપવામાં કામીયાબ નિવડયા છે. સામે પક્ષે ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ આપેલા ૨૦૦ જેટલા ઇન્‍ટરવ્‍યુએ તેમની માનસીક હાલત ડામાડોળ હોવાની છાપ ઉપસાવી છે.

તેમ છતા વ્‍હાઇટ હાઉસમાં પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ઉતરાધિકારી તરીકે ચર્ચાતા નામોમાં સુશ્રી નિકકી હેલી પ્રથમ સ્‍થાન ધરાવતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:17 pm IST)