Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

H-1B વિઝાઃ ટળ્યું સંકટઃ નિયમો નહિ બદલાય

૭.૫૦ લાખ ભારતીયોને રાહતઃ હવે અમેરિકા છોડવા મજબૂર બનવું નહિ પડે : ટ્રમ્પ વહીવટી તંત્ર એવો નિર્ણય નહિ લ્યે જેનાથી ભારતીયોને સહન કરવું પડે

વોશિંગ્ટન તા. ૯ : અમેરિકામાં ફોરેન વર્કર્સ માટે, ખાસ કરીને ભારતીયો માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા સોમવારે કરાયેલી જાહેરાત અનુસાર, H-1B વિઝા હોલ્ડર્સના એકસટેન્શન અટકાવવાની પ્રપોઝલ રદ્દ કરી દેવામાં આવી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાલમાં જ ૬ વર્ષથી વધુ સમય માટે કોઇ પણ H-1B વિઝા હોલ્ડર્સના એકસટેન્શન અટકાવી દેવાની પ્રપોઝલ મુકી હતી.

 યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસના મીડિયા રિલેશન ચીફ, જોનાર્ધન વિથિંગ્ટનના જણાવ્યા અનુસાર, USCISએ આ પ્રકારના કોઇ પણ રેગ્યુલેટરી ફેરફાર લાદવાની મનાઇ કરી દીધી છે.  H-1B વિઝાને ૬ વર્ષથી વધુ એકસ્ટેન્શ લિમિટ આપતો વિઝાના સેકશન 104(c) ઓફ AC-21 નિયમમાં ફેરબદલ કરવાનો અર્થ છે, H-1B વિઝા હોલ્ડર્સે અમેરિકા કાયદેસર છોડવું જ પડે. જેથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ કડક નિયમને લાગુ કરવામાં નહીં આવે.

 H-1B વિઝા હોલ્ડર્સ પાસે એવી પણ જોગવાઇ છે કે, તેઓ ઇન્ક્રિમેન્ટની રાહમાં 106(a)-(b) ઓપ AC21 સેકશન હેઠળ એકસટેન્શન અરજી કરી શકે છે.વિથિંગ્ટનના જણાવ્યા અનુસાર, USCIS આ પ્રકારના કઠોર નિર્ણયોને કોઇ પણ સંજોગોમાં અમલમાં મુકવા માટે તૈયાર નથી.

 ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ જાહેરાતથી ભારતીય H-1B વિઝા હોલ્ડર્સ માટે મોટી રાહત છે. ખાસ કરીને એવા ભારતીયો જેઓ ૧૦ વર્ષથી વધુ સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યા છે. H-1Bના નિયમોમાં ફેરબદલ પાછળ ટ્રમ્પની 'બાય અમેરિકન, હાયર અમેરિકન' નીતિ હોવાનું માનવામાં આવે છે.  જો આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા હોત તો અમેરિકામાં ૫૦૦,૦૦૦-૭૫૦,૦૦૦ પ્રોફેશનલ્સે સામૂહિક દેશનિકાલ કરવો પડ્યો હોત. આ પ્રપોઝલનો યુએસમાં ભારતીય આઇટી કંપનીઓએ પણ વિરોધ કર્યો હતો.

 યુએસ ચેમ્બર ઓફ કોમર્સે વિઝાના કડક નિયમો અંગે જાણ્યા બાદ કહ્યું હતું કે, આ બિલ કે પોલીસીથી અમેરિકાના બિઝનેસ, ઇકોનોમી અને દેશને મોટું આર્થિક નુકસાન થશે. દર વર્ષે ૮૫,૦૦૦ નોન - ઇમિગ્રન્ટ H-1B વિઝા ગ્રાન્ટ કરે છે.

યુનાઇટેડ સ્ટેટ દર વર્ષે ૮૫ હજાર નોન ઇમિગ્રન્ટ H-1B વિઝા અરજીઓ સ્વીકારે છે. દર વર્ષે ૬૫ હજાર ફોરેનરને અહીંની કંપનીઓ નોકરી આપે છે. જેમાંથી ૨૦ હજારથી વધુ ફોરેનર અહીંની યુએસ શાળા કે કોલેજમાં અભ્યાસ પણ કરે છે. એક અંદાજ મુજબ અહીંની મોટાભાગની આઇટી કંપનીઓ જોબ માટે ૭૦ ટકા ભારતીયોને પસંદ કરે છે.

(8:40 pm IST)