Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં ઇન્ડિયન અમેરિકન ડો.ઝચ પી.ઝાચરીયાને સ્થાન : યુ.એસ.હેલ્થ એન્ડ હ્યુમન સેક્રેટરીની ઘોષણાં

ફ્લોરિડા : રિપબ્લિકન પાર્ટીના અગ્રણી ઇન્ડિયન અમેરિકન ડો..ઝચ પી.ઝાચરીયાને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના હાર્ટ ,લંગ ,એન્ડ બ્લડ ડિપાર્ટમેન્ટની એડવાઈઝરી કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.તેવું  યુ.એસ.હેલ્થ એન્ડ હ્યુમન સેક્રેટરીએ  સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

  ડો..ઝચ લાંબા સમયથી ફ્લોરિડામાં સ્થાયી થયેલા છે.તથા રિપબ્લિકન પાર્ટી સાથે પૂર્વ પ્રેસિડન્ટ બુશના વખતથી જોડાયેલા છે.તેમણે પાર્ટી માટે ફંડ ભેગુ કરી આપવામાં પણ અનેક વખત મદદ કરી છે.મેડિકલ ક્ષેત્રે તેઓ અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે.તેમની લાંબા સમયની સેવાઓને ધ્યાને લઇ ઉપરોક્ત પદ ઉપર નિમણુંક કરાઈ છે.

(12:31 pm IST)