Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

''રક્ષા કી બેટી'': ઘરેલુ હિંસાનો ભોગ બનતી એશિઅન અમેરિકન મહિલાઓની વહારે ''રક્ષા ઇન્ક'': એટલાન્ટામાં કાર્યરત રક્ષા ઇન્કનો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

એટલાન્ટાઃ અમેરિકામાં ઘરેલું હિંસાનો ભોગ બનતી સાઉથ એશિઅન મહિલાઓને રક્ષણ આપી ન્યાય અપાવી તથા સશકિતકરણ માટે એટલાન્ટામાં કાર્યરત નોનપ્રોફિટ ''રક્ષા ઇન્ક''નો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ તાજેતરમાં ૯ નવેં.૨૦૧૯ના રોજ વેસ્ટીન પેરિમીટર ખાતે યોજાઇ ગયો. જેમાં હિંસાનો ભોગ બનેલી તથા રક્ષા દ્વારા ન્યાય મેળવેલી મહિલાઓ ''રક્ષા કી બેટી'' સહિત ઓર્ગેનાઇઝેશન આયોજકો તથા સંચાલકોએ મિત્રો, તેમજ હિતેચ્છુઓ અને સમર્થકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ડાન્સ, ડીનર, ઉદબોધન સહિત કાર્યક્રમો યોજાયા હતા. તથા પ્રોજેકટ મદદરૂપ થનારને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તેવું જાણવા મળે છે.

(7:43 pm IST)