Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમેરિકાના ટેક્સાસમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારના પુત્ર જોશ મૈસોરે હિન્દી ભાષાનો અભ્યાસ કરી સ્કોલરશીપ મેળવી : અમેરિકન કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશને ભારત જવા આવવાનું વિમાન ભાડું તથા રોકાવાનો ખર્ચ આપ્યો

ટેક્સાસ : અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય પરિવારના પુત્ર હાઈસ્કૂલ સ્ટુડન્ટ જોશ મૈસોરે ભારતની રાષ્ટ્રભાષા હિન્દી  શીખવાનું નક્કી કર્યું .તામિલનાડુના વતની આ પરિવારની માતૃભાષા તમિલ અને કન્નડ છે.જે તેમના પુત્રને આવડતી હોય તે સ્વાભાવિક છે.પરંતુ આ પુત્રએ વતન ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવાનો મક્કમ નીર્ધાર કર્યો .જે માટે તેણે 5 સપ્તાહ સુધી દરેક સપ્તાહના 5 દિવસ એમ ઓનલાઇન  અભ્યાસ કર્યો તથા હિન્દી લખતા વાંચતા,બોલતા તેમજ  વાતચીત કરવામાં કુશળતા પ્રાપ્ત કરી લીધી .જેના પરિણામે તેને યુ.એસ.સ્ટેટ ડિપાર્ટમેન્ટ તથા અમેરિકન કાઉન્સિલર્સ ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે અપાતી સ્કોલર શિપ મળી હતી.જે અંતર્ગત તેને ભારત જવા આવવાનું વિમાન ભાડું તથા રોકાવાનો  ખર્ચ આપવામાં આવ્યો હતો.જોકે વર્તમાન કોવિદ -19 સંજોગોને કારણે તે રૂબરૂ ભારત આવી શક્યો નહોતો પરંતુ ઓનલાઈન ભારત દર્શનનો લહાવો લીધો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:13 pm IST)