Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ચૂંટણી પછી હવે મેલેનીયા ટ્રમ્પએ પણ મોઢું ખોલ્યું : ડોનાલ્ડ ટ્રમ્પના પગલે મેલેનીયા ટ્રમ્પએ પણ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનો આક્ષેપ કર્યો : પતિ સાથે છૂટાછેડા લેવાની અફવા બાબતે કોઈ મંતવ્ય નહીં

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓમાં પરાજય થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં મતોની ઘાલમેલ થયાનો આરોપ મુક્યો છે.

સાથોસાથ અત્યાર સુધી મૌન રહેલા તેમના પત્ની મેલેનીયા ટ્રમ્પએ પણ હવે મોઢું ખોલ્યું છે.અને જણાવ્યું છે કે ચૂંટણીમાં ગરબડ થઇ છે.ગેરકાયદે મતો ધ્યાનમાં લેવાયા છે.

જોકે પતિ સાથે છૂટાછેડા લેવાની અફવા બાબતે તેમણે કોઈ મંતવ્ય આપ્યું નહોતું.

ઉલ્લેખનીય  છે કે ટ્રમ્પના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ પતિ પત્ની છુટાછેડા લેવાની તૈયારીમાં છે.તેઓના બેડરૂમ પણ અલગ અલગ છે.તેઓના 15 વર્ષના લગ્ન જીવનનો અંત આવવાની તૈયારી હોવાની અફવા છે.

(6:20 pm IST)