Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

દુનિયાને કોરોના મહામારીમાં ધકેલી દઈ માલામાલ થઇ ગયું ચીન : માસ્ક ,તથા મેડિકલ એઈડ્સની નિકાસમાં તોતિંગ ઉછાળો : સપ્ટેમ્બર માસમાં નિકાસમાં 10 ટકા જેટલો વધારો અને આયાતમાં 13 ટકા જેટલો ઘટાડો નોંધાયો

બેજિંગઃ : સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાં ધકેલી દઈ ચીન માલામાલ થઇ ગયું છે. તેણે લોકડાઉન વહેલું ઉઠાવી લીધું હોવાથી તેની નિકાસમાં ઉત્તરોત્તર વધારો થયો છે.જે મુજબ સપ્ટેમ્બર માસમાં માસ્ક ,તથા મેડિકલ એઈડ્સની નિકાસ વધવાથી કુલ નિકાસ માં 9.9 ટકાનો એટલે કે 239.8 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.જયારે આયાત 202.8 અબજ ડોલર એટલેકે 13.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.તેવું તેના સીમા શુલ્ક વિભાગના અહેવાલોએ જણાવ્યું છે.

(12:29 pm IST)