Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

યુ.કે.માં બોલ્ટન હિન્દુ ફોરમના ઉપક્રમે ૧૯ ઓકટો.૨૦૧૯ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશેઃ ભારતથી આવનારૂ ગૃપ લાઇવ દાંડીયા રાસ સાથે ખેલૈયાઓને ગરબે ધુમાવશે

યુ.કેમાં  બોલ્ટન હિન્દુ ફોરમના ઉપક્રમે ૧૯ ઓકટો.૨૦૧૯ શનિવારના રોજ શરદ પૂર્ણિમા ગરબા ૨૦૧૯ પ્રોગ્રામ યોજાનાર છે.

બોલ્ટન માર્કેટ પ્લેસ નોસ્લે ST. બોલ્ટન મુકામે ઉજવાનારા આ ઉત્સવનો સમય સાંજે ૭-૩૦ કલાકથી મોડી રાત સુધીનો રહેશે. જેમાં ભારતથી આવનારૂ ગૃપ લાઇવ દાંડીયારસ સાથે ખેલૈયાઓને ગરબે ધુમાવશે. ટિકિટનો દર પાંચ પાઉન્ડ રાખવામાં આવ્યો છે તથા ફ્રી પાર્કીગની સગવડ રાખવામાં આવી છે. વિશેષ માહિતિ કોન્ટેક નં.૦૧૨૦૪ ૨૩૮૦૧૮ દ્વારા અથવા www.boltonhinduForum.org.UK દ્વારા મળી શકશે.

(9:57 pm IST)