Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

યુ.એસ.માં તેલૂગૂ એશોશિએશન ઓફ મેટ્રો એટલાન્ટા (TAMA) ના ઉપક્રમે વિજયા દશમી ઉત્સવ ઉજવાયો

એટલાન્ટા : યુ.એસ.ના જ્યોર્જિયામાં તેલૂગૂ એશોશિએશન ઓફ મેટ્રો એટલાન્ટા (TAMA) ના ઉપક્રમે 28 સપ્ટેમ્બર 2019 ના રોજ  વિજયા દશમી ઉત્સવ ઉજવાયો હતો.સૌપ્રથમવાર કરાયેલી આ ઉજવણીને  બથુકમામા તરીકે ગણવામાં આવી હતી.જે મુજબ ભગવાનને પાછા બોલાવવા માટે પ્રાર્થના કરાય છે.

રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ ભગવાનને જુદા જુદા ફુલોનો શણગાર કર્યો હતો.ગીત ,સંગીત ,નાટક સહીત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.ઉજવણીમાં આબાલ વૃધ્ધ સહીત તમામ ઉંમરના નાગરિકો જોડાયા હતા.તેમજ 1700 ઉપરાંત ઉપસ્થિતોને ફરી ડીનર કરાવાયું હતું.

(9:19 pm IST)