Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

" કિડ્સ હેલ્પ કિડ્સ " : યુ.એસ.ના જ્યોર્જિયામાં 29 સપ્ટેમ્બરના રોજ સેવા ઇન્ટરનેશનલના લાભાર્થે યોજાઈ ગયેલો પ્રોગ્રામ : કુદરતી હોનારતનો ભોગ બનેલા બાળકો માટે 2000 ડોલર ભેગા કરાયા

જ્યોર્જિયા : " કિડ્સ હેલ્પ કિડ્સ " .  યુ.એસ.ના જ્યોર્જિયામાં 29 સપ્ટેમ્બરના રોજ મેરિએટા મુકામે સેવા ઇન્ટરનેશનલના લાભાર્થે સાતમો વાર્ષિક પ્રોગ્રામ યોજાઈ ગયો.જેમાં 3 કિ.મી.ની રેસ, રેફલ ,ગેમ્સ ,ફેસ પેન્ટિંગ ,હેન્ના,સહિતના આયોજનો કરાયા હતા જે અંતર્ગત રેસમાં  130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.તથા વોલન્ટિયર્સ દ્વારા  હોનારતનો ભોગ બનેલા બાળકો માટે 2000 ડોલર ભેગા કરાયા હતા.જેનો ઉપયોગ કુદરતી હોનારતનો ભોગ બનેલા વંચિત બાળકો માટે કરાશે

બાળકો માટેના બાળકો દ્વારા પ્રોગ્રામમાં 3 હજાર ડોલરનું ડોનેશન ભેગું કરવાનો લક્ષ્યાંક રખાયો હતો.તેથી ખૂટતા 1 હજાર ડોલર માટે kidshelpkidsusa@gmail.com dvara આયોજકોનો સંપર્ક સાધવા વિનંતી કરાઈ હોવાનું જાણવા મળે છે.

(9:14 pm IST)