Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પાકિસ્તાનના સિંધ પ્રાંતમા વસતા હિન્દુઓ અસલામતઃ બળજબરી પુર્વક પાવર એાફ એટર્ની લખાવી લઇ ભૂમાફિયાઓ સંપત્તિ હજમ કરી રહ્યા છે. : હિન્દુ મહિલા પ્રોફેસર ડો. ભગવાન દેવીની ફરિયાદને ધ્યાને લઇ સતાવાળાઓને કોર્ટમાં હાજર થવા ચિફ જસ્ટીસની નોટીસ

ઇસ્લામાબાદઃ  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા હિન્દુઓ પાસે  બળજબરી પૂર્વક પાવર ઓફ એટર્ની લખાવી લઇ તેમની સંપત્તિ આંચકી લેવામાઁ આવી રહી છે.  ભૂમાફિયાઓ દ્વારા તૈયાર કરાતા બનાવટી દસ્તાવેજો તથા બળજબરીથી તંગ આવી ગયેલા હિન્દુ મહિલા પ્રોફેસર ડો. ભગવાન દેવીએ ચિફ જસ્ટીસ સમક્ષ અરજી કરતા તેમને ન્યાય અપાવવા માટે જજસાહેબે સત્તાવાળાઓને નોટીસ પાઠવી ૧૮ ઓકટો. ના રોજ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)