Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમેરિકાના પ્લાનો ટેક્સાસમાં 10 ઓક્ટો થી" નવરાત્રી ઉત્સવ " શરુ : 18 ઓક્ટો સુધી રાસ ગરબાની રમઝટ બોલશે : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA નું આયોજન : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

ટેક્સાસ:યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,પ્લાનો,ટેક્સાસ મુકામે 10 ઓક્ટો.થી 18 ઓક્ટો.દરમિયાન નવ દિવસ સુધી નવરાત્રી ઉત્સવ ઉજવાશે.સ્વામિનારાયણ ગુરુકુળનું વાતાવરણ  નૈસર્ગીક અને ભક્તિભાવ ભર્યું હોવાથી બાળકોથી માંડીને વૃદ્ધ સુધી સહુ માટે ઉત્સવ આનંદ અને ભક્તિભાવ ભર્યો બની રહેશે. બાબતે આજુબાજુની ભારતીયોની વસ્તીમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. કેમકે ઘર આંગણે આવો ઉત્સવ પહેલી વાર થાય છે. ગરબા કરવા માટેનો વિશાળ 10000 sq.ft. હોલ તથા આધુનિક ઓડિયો સિસ્ટમને લીધે નવરાત્રી ઉત્સવનો અનેરો આનંદ ખલૈયાઓ મનભરીને માણશે. ઉત્સવનો સમય 12 તથા 14 ઓક્ટો.ના રોજ સાંજે 7 થી રાત્રીના 11 વાગ્યા સુધી તથા 13 ઓક્ટો.ના રોજ રાત્રે 8  થી 11 વાગ્યા સુધી,તથા 15 થી 18 ઓક્ટો.દરમિયાન સાંજે 7 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.ઉત્સવનું સ્થળ 621 પાર્ક,વિસ્ટા રોડ,પ્લાનો ટેક્સાસ રાખવામાં આવ્યું છે.જેનો કોન્ટેક નં.972-729-9941 છે. નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ પ્રકારનો ચાર્જ રાખવામાં નથી આવ્યો. નાના મોટા સહુ કોઈ ભાગ લઇ શકશે અને મનભરીને પોતાના પરિવાર સાથે આનંદ માણીશકશે.ફૂડ સ્ટોલ ઉપરથી વ્યાજબી ભાવે ચટપટી વાનગીઓ મેળવી શકાશે. ત્રણ તાલિ, બે તાલિ, દાંડિયા રાસ, સનેડો, ટીટોડો એવા અનેક પ્રકારના થનગનતા પ્રોગ્રામ્સનું આયોજન થયું છે. તેવું શ્રી સોહીલ વિરાણીની યાદી જણાવે છે.

(9:04 am IST)