Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

પાકિસ્તાનમાં ગણેશ મંદિર ઉપર હુમલો કરનારાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની લાલ આંખ : 85 આરોપીઓ પાસેથી નુકશાન પેટે 3 લાખ રૂપિયા વસુલ કર્યા : મદરેસા પાસે પેશાબ કરનાર એક હિન્દૂ બાળકને કોર્ટે નિર્દોષ છોડી મુકતા ગિન્નાયેલા ટોળાએ મંદિર ઉપર હુમલો કર્યો હતો

પંજાબ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા એક હિન્દૂ મંદિર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. આથી સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા ત્રાસવાદ વિરોધી કોર્ટે  85 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી 3 લાખ 10 હજાર રૂપિયા નુકશાની પેટે વસુલ કર્યા હતા.

આ ઘટના મદરેસા પાસે પેશાબ કરનાર 8 વર્ષના એક હિન્દૂ બાળકને કોર્ટે નિર્દોષ છોડી મુકતા બનવા પામી હતી. જે મુજબ પંજાબ પ્રાંતના પાટનગરથી 590 કિલોમિટર દૂર આવેલાં રહિમયાર ખાન જિલ્લામાં આવેલાં ભોંગ નામના ગામમાં આવેલા એક ગણેશ મંદિર ઉપર સેંકડો કટ્ટરવાદી પાકિસ્તાનીઓએ ગત 4 ઓગસ્ટના રોજ લાકડી,હથોડા, લોખંડના સળિયા અને પાઇપો તથા પાવડા અને કોદાળી સિહતના ઓજારો અને હથિયારો સાથે હુમિલો કર્યો હતો અને ભારે તોડફોડ કરી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિઓને તોડી નાંખી હતી.

 હુમલાખોરોએ એટલી હદે તોડફોડ કરી હતી કે મંદિરની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી, દરવાજા તૂટી ગયા હતા અને તમામ ઇલેકટ્રિક ફિટિંગ બળીને નાશ પામ્યું હતું.જો કે બાદમાં આ ઘટનાના વિશ્વસ્તરે પડઘા પડતાં પંજાબ પ્રાંતની પોલીસ હરકતમાં આવી હતી અને હુમાલામાં સંડોવાયેલા 85 લોકોની ધરપકડ કરી હતી .તથા તેમની પાસેથી નુકશાન વસુલ કર્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:14 am IST)