Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભારતીય અમેરિકન મહિલા સુશ્રી અનિતા મલિકને ઇન્ડિયન અમેરિકન ઇમ્પેકટ ફંડનું સમર્થનઃ નવે. માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં એરિઝોના છઠ્ઠા ડિસ્ટ્રીકટના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે વર્તમાન રિપબ્લીકન કોંગ્રેસમેન સામે ટક્કર લેશે

એરિઝોનાઃ અમેરિકાના એરિઝોનાના છઠ્ઠા કોંગ્રેશ્નલ ડિસ્ટ્રીકટમાં યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીના વિજેતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અનિતા મલિકને નવે. માસમાં જનરલ ચૂંટણી લડવા માટે ઇન્ડિયન અમેરિકન ઇમ્પેકટ ફંડએ સમર્થન ઘોષિત કર્યું છે. તેઓ છેલ્લી ૨ ટર્મથી ચૂંટાઇ આવતા રિપબ્લીક કોંગ્રેસમેનનો મુકાબલો કરશે.

આ સમર્થન મળવાથી ખુશી વ્યકત કરતા સુશ્રી અનિતાએ જણાવ્યું હતું કે, કોમ્યુનીટીની સેવા કરવા તથા તેમના હક્કોનું રક્ષણ કરવા માટે મને પ્રોત્સાહન મળ્યું છે.

સુશ્રી મલિકએ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ ફાઇનાન્સ સાથે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી બેચરલ તથા બ્રોડકાસ્ટ જર્નાલીઝમ સાથે યુનિવર્સિટી ઓફ સાઉર્થન કેલિફોર્નિયામાંથી માસ્ટર ડીગ્રી મેળવેલી છે.

(7:04 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST