Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર ડો.દેવેશ કપૂરની જોહન હોપકિન્‍સ સ્‍કૂલ ઓફ ઇન્‍ટરનેશનલ સ્‍ટડી ડીરેકટર તરીકે નિમણુંક

પેન્‍સિલવેનિયાઃ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ પેન્‍સિલવેનિઆના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન ડો.દેવશ કપૂરને જોહન હોપકિન્‍સ સ્‍કૂલ ઓફ એડવાન્‍સ્‍ડ ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝ ડીરેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

સાઉથ એશિઅન સ્‍ટડીઝ તથા એશિયા પ્રોગ્રામ ડીરેકટર તરીકે નિમાયેલા ડો.દેવેશ કપૂર ‘‘ડાએસ્‍પોરા, ડેમોક્રસી એન્‍ડ ડેવલપમેન્‍ટ'' પુસ્‍તકના લેખક છે. જે બદલ ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝ એશોશિએશન દ્વારા ૨૦૧૨ની સાલમાં તેઓને એવોર્ડ મળેલો છે.

ડો.કપૂરની નિમણુંક બદલ સ્‍કુલના ડીનએ ખુશી વ્‍યક્‍ત કરી હતી. તથા એશિઆ અને ભારત વિષે વધુ જાણવા મળશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

(11:13 pm IST)
  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST