Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

યુ.એસ.માં અલબામાની પબ્લીક સ્કૂલોમાં ''યોગા'' ઉપર મૂકાયેલો પ્રતિબંધ દૂર કરોઃ યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડનો ગવર્નર તથા એજ્યુકેશન ડીપાર્ટમેન્ટને અનુરોધ

અલબામાઃ યુ.એસ.માં અલબામાની પબ્લીક સ્કુલોમાં ૧૯૯૩ની સાલથી ''યોગા'' ઉપર મુકાયેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી દૂર કરવા ''યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમ''ના પ્રેસિડન્ટ નેવાડા સ્થિત શ્રી રાજન ઝેડ.એ ગવર્નરને અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે અલબત, યોગા એ ભારતનો પ્રાચીન વારસો છે પરંતુ તેનાથી થતા શારિરીક તથા માનસિક ફાયદાઓને સમગ્ર વિશ્વએ સ્વીકારી લીધા છે. તેથી જ દર વર્ષે દુનિયાના દેશોમાં 'યોગા ડે' ઉજવવાનું ચાલુ થઇ ગયું છે.

અલબામા સ્ટેટ એજ્યુકેશનના મંતવ્ય મુજબ યોગા ને હિન્દુ ધર્મની એક વિધિ તરીકે ગણી મુકાયેલો આ પ્રતિબંધ દૂર કરી યોગાને પબ્લીક સ્કૂલોના અભ્યાસક્રમમાં દાખલ કરવાથી સ્ટુડન્ટસને ફાયદો થશે તેવું જણાવી તેમણે ગવર્નર ઉપરાંત સ્ટેટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ એજ્યુકેશન સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન, સહિતનાઓને અનુરોધ કર્યો છે. તથા જણાવ્યું છે કે યુ.એસ. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થએ પણ વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો માટે યોગા તનાવ દૂર કરી માનસિક શાતિ આપનારો છે.

(11:16 pm IST)