Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

' જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ' : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,ન્યુજર્સી મુકામે ' ગણેશ ઉત્સવ ' ઉજવાશે : 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2022 દરમિયાન થનારી ઉજવણીમાં દૈનંદિન આરતી ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : '  જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ,માતા સતી પાર્વતી પિતા મહાદેવા ' .અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર , 717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી (732 -254 -0061)  મુકામે ' ગણેશ ઉત્સવ ' ઉજવાશે. 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2022 દરમિયાન થનારી ઉજવણીમાં દૈનંદિન આરતી ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.4 સપ્ટેમ્બરના રોજ ગણેશજીની નાની મૂર્તિ પાણીમાં પધરાવાશે .

નોન ફૂડ બુથ ,આરતી ,બેનર્સ ,તથા વિશેષ માહિતી માટે ફોન નંબર 732 -325 -3535 દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે. મંદિરની વેબસાઈટ www.dwarkadhishtemple.org છે.

(12:52 pm IST)