Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુશ્રી કમલા હેરિસની વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકેની પસંદગી ઐતિહાસિક ઘટના : ભારતીય મૂળના મુસ્લિમો તથા શીખોનો ઉમંગભેર આવકાર

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓમાં ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ તરીકે  ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.જેને ચોમેરથી ભારે આવકાર મળી રહ્યો છે.
આજરોજ ભારતીય મૂળના મુસ્લિમો તથા શીખોએ આ પસંદગીને આવકારદાયક ગણાવી વધાવી લીધી હતી.આ અગાઉ ગઈકાલે પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઇન્દ્ર નુયીએ પણ આ માટે ગૌરવ વ્યક્ત કર્યું હતું.ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીએ સુશ્રી કમલા હેરિસન પ્રચાર માટે 10 મિલિયન ડોલર ભેગા કરી દેવાનું એલાન કર્યું છે.ઉપરાંત જો બિડન માટે પણ સુશ્રી કમલા હેરિસની પસંદગી કરવા બદલ ચૂંટણી ફંડનો ધોધ શરૂ થઇ ગયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:33 pm IST)