Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

‘‘રોલ ઓફ યોગા ઇન મેનેજીંગ એન્‍ડ પ્રિવેન્‍શન ઓફ ડાયાબિટીસ'': અમેરિકાના હયુસ્‍ટનમાં સેવા ઇન્‍ટરનેશનલ તથા VYASAના સંયુક્‍ત ઉપક્રમે યોજાઇ ગયેલો ફ્રી વર્કશોપ

હયુસ્‍ટનઃ તાજેતરમાં ૨૭ જુલાઇ ૨૦૧૮ના રોજ યુ.એસ.ના હયુસ્‍ટનમાં સેવા ઇન્‍ટરનેશનલ તથા VYASA હયુસ્‍ટનના ઉપક્રમે ‘‘રોલ ઓફ યોગા ઇન મેનેજીંગ એન્‍ડ પ્રિવેન્‍શન ઓફ ડાયાબિટીસ ‘‘વિષય ઉપર ફ્રી કોમ્‍યુનીટી વર્કશોપ યોજાઇ ગયો. જેનો  ૫૦ ઉપરાંત ભાઇ બહેનોએ લાભ લીધો હતો.

વર્કશોપમાં મગજ તથા શરીરના અનુસંધાન વિષયક નિષ્‍ણાંત અગ્રણી મહિલા સુશ્રી સ્‍મિથા મલ્લાઇયાહએ યોગા થેરાપી દ્વારા તનાવ દૂર કરવા અને ડાયાબિટીસ થતું અટકાવવા વિષયક માર્ગદર્શન આપ્‍યું હતું. તથા VYASAના ઉપક્રમે થતી પ્રવૃતિઓનું બયાન કર્યુ હતું. શ્રી સચિન ડબીરએ સેવા ઇન્‍ટરનેશનલની પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી.

સેવા ઇન્‍ટરનેશનલના શ્રી નિખિલ જૈનએ આગામી ‘‘સ્‍ટોપ ડાયાબિટીસ મુમેન્‍ટ (SDM) યોગા કેમ્‍પ વિષે માહિતી આપી હતી. જે કેટી સુગરલેન્‍ડ મુકામે આગામી ૧૪ સપ્‍ટેં.થી ૨૩ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારો છે. જેમાં જોડાવા માટે sdm@sewaasa.org અથવા કોન્‍ટેક નં.(૭૧૩)-૮૩૪-૪૯૦૯ દ્વારા પ સપ્‍ટેં. સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું જણાવ્‍યું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)