Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

‘‘સુખી નિવૃત જીવન કેવી રીતે જીવશો?'': અમેરિકાના હયુસ્‍ટનમાં મળેલી ‘‘કલબ સિકસટી ફાઇવ'' મીટીંગમાં શ્રી વિજય શાહએ વર્ણવ્‍યા પાંચ સચોટ ઉપાયો

હયુસ્‍ટનઃ નિવૃતિનું આયોજન કેવી રીતે કરશો? ૬૫ વર્ષની ઉંમર પછી નાણાંકીય, કૌટુંબિક, તથા શારિરીક સંજોગો વચ્‍ચે સમય કેવી રીતે વિતાવશો? સિનીઓરોને નડતા આ સવાલોના  નિરાકરણ તથા તે માટેના સૂચનો તાજેતરમાં અમેરિકાના હયુસ્‍ટનમાં કલબ સિકસટી ફાઇવ'ના ઉપક્રમે યોજાયેલી ઓગસ્‍ટ માસની મીટીંગમાં શ્રી વિજય શાહએ રજુ કર્યા હતા. તથા ૫૦ વર્ષની ઉંમરે ૬૫ વર્ષની વય પછીનું નાણાંકીય આયોજન કરી લેવા જણાવ્‍યું હતું.

૩૦ વર્ષના વ્‍યવસાય ક્ષેત્રના અનુભવી, વડોદરાના વતની તથા ૧૯૯૬ની સાલથી અમેરિકામાં સ્‍થાયી થયેલા શ્રી વિજય શાહએ લખેલા પુસ્‍તક ડુ એન્‍ડુ  ટુ નોટ ઓફ રિટાયરમેન્‍ટ પ્‍લાનીંગમાં સુખી નિવૃત જીવન માટે નીચે દર્શાવેલા પાંચ ઉપાયો વર્ણવ્‍યા હતા. જે મુજબ (૧)તંદુરસ્‍તી જાળવી રાખો અને શુધ્‍ધ પાણી પીતા રહો (૨)વધુમાં વધુ ચાલવાનું રાખો (૩)તમારા જીવનસાથીની કાળજી લ્‍યો તથા તેમની સાથે ચાલવા જાવ (૪)પરિવારના લોકો ઉપર વધારે પડતા આધારિત ન રહો (૫) અને સૌથી છેલ્લી અને મુખ્‍ય વાત એટલે તમારી સંપતિ ઉપર તમારા પરિવારનો સૌપ્રથમ હકક છે. તેથી આ માટેનું વીલ બનાવો. જેમાં ગમે ત્‍યારે ફેરફાર પણ કરી શકાય છે.

તેમના સોનેરી સૂચનોથી પ્રભાવિત થયેલા સિનીઅરોએ વીલ વિષે વધુ જાણવા ઇંતેજારી દર્શાવી હતી. જે અંગે તેઓ આવતી મીટીંગ છણાંવટ કરશે. તેમ જણાવ્‍યું હતું તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(8:54 pm IST)