Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

યુ.એસના હ્યુસ્ટનમાં આવતીકાલે શુક્રવારે શ્રી કૃષ્ણ-રૂક્ષમણી વિવાહ ઉજવાશેઃ શ્રીનાથજી હવેલીમાં પ ઓગસ્ટથી શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્‍તાહ મહા જ્ઞાનયજ્ઞની ૧૧ ઓગ.૨૦૧૮ના રોજ પૂર્ણાહૂતિ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં શ્રીનાથજી હવેલી હોલ, ૧૧૭૧૫, બેલફોર્ટ વિલેજ ડો. હયુસ્‍ટન, ટેકસાસ મુકામે ૫ ઓગ.છી શરૂ થયેલ શ્રીમદ ભાગવત સપ્‍તાહ મહા જ્ઞાન યજ્ઞ ૧૧ ઓગ.૨૦૧૮ સુધી ચાલશે.

આચાર્ય મૃદુલ ક્રિશ્‍ન ગોસ્‍વામીજીના મધુર કંઠે સંગીતમય શૈલીમાં થઇ રહેલી આ કથામાં આવતીકાલ શુક્રવારે શ્રીકૃષ્‍ણ રૂક્ષ્મણી વિવાહ, હોલી તથા દાંડીયારાસનું આયોજન છે. તથા શનિવાર પૂર્ણાહૂતિના દિવસે શ્રી વ્‍યાસ પૂજન તથા સુદામા ચરિત્ર ઉજવાશે કથા વિરામ બાદ દૈનંદિન ડિનરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

૧૫મી સદીમાં થઇ ગયેલા સંત સ્‍વામી હરિદાસજી મહારાજના વંશજ આચાર્યશ્રી મૃદુલ ક્રિશ્ન ગોસ્‍વામીજીના મધુર કંઠે વેચાઇ રહેલી આ કથાના લહાવો લેવા સહુને આમંત્રણ પાઠવાયું છે. 

(12:26 pm IST)