Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ચીને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવ્યો : ઈરાન સાથે 400 અબજ ડોલરના વ્યાપાર માટે સહી સિક્કાની તૈયારી : કાચું તેલ મગાવી ચાઈનીઝ વસ્તુઓ મોકલશે

બેજિંગઃ : ચીન અને ઈરાન વચ્ચે વ્યાપાર કરાર માટે તૈયારી થઇ રહી છે.બંને દેશો વચ્ચે થયેલી મસલત મુજબ ચીન ઇરાનમાંથી કાચું તેલ મગાવશે જેના બદલામાં ચાઈનીઝ વસ્તુઓ મોકલશે જે માટેના કરાર 400 અબજ ડોલરના હશે.જે 25 વર્ષ સુધીના હશે.જેના ઉપર ટૂંક સમયમાં બંને દેશો હસ્તાક્ષર કરશે.
આમ ચીને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવી લીધો છે.જે બાબત અમેરિકા તથા ભારત માટે ચિંતાજનક બની શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)