Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

‘‘ઇમીગ્રન્‍ટ જર્ની એવોર્ડ'' : જુદા-જુદા ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બજાવી વતનનું નામ રોશન કરનાર ૪ ઇન્‍ડિયન અમેરિકન દલાસ ટેકસાસ મુકામે સન્‍માનિત કરાયા

ટેકસાસ : અમેરિકાના દલાસ ટેકસાસમાં તાજેતરમાં ૪ ઇન્‍ડિયન અમેરિકનને ‘‘ઇમીગ્રન્‍ટ જર્ની એવોર્ડ'' થી સન્‍માનિત કરાયા હતા. લો ફર્મ સ્‍કિફ એન્‍ડ સ્‍ટોનના યજમાનપદે યોજાયેલા સન્‍મારંભમાં જુદા-જુદા ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બજાવનાર આ ૪ ઇન્‍ડિયન અમેરિકનોમાં શ્રી મણી મનિચેવેલુ, શ્રી આકાશ પટેલ, શ્રી રાજ તથા સુશ્રી આરાધના આસાવાનો સમાવેશ થતો હતો.

ઉપરોક્‍ત ૪ એવોર્ડ વિજેતાઓ પૈકી શ્રી મણીને એન્‍ટ્રીપ્રિનિઅર એવોર્ડ, શ્રી આકાશ પટેલને ઇમીગ્રન્‍ટસ પ્રોફેશનલ એક્ષલન્‍સ એવોર્ડ, તથા શ્રી રાજ અને સુશ્રી આરાધનાને ઇમીગ્રન્‍ટ સ્‍પિરિટ એવોર્ડ એનાયત કરાયો હતો.

આ તકે મુખ્‍ય વક્‍તા તરીકે આંધ્રપ્રદેશના વતની સુશ્રી ગૌથમી વેમુલ્લાએ ઉદબોધન કર્યુ હતું. (૪૬.૪)

(1:06 am IST)
  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો: પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ: ગોંડલના હડમતાળા ગામે ભારે વરસાદને કારણે ચેકડેમો તૂટ્યાં:ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે access_time 11:23 pm IST

  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST