Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

યુ.એસ.માં ચિન્‍મય મિશન હયુસ્‍ટનના ઉપક્રમે સમર કેમ્‍પનું આયોજન કરાયું: ૧૪ થી ૧૭ વર્ષ વચ્‍ચેની વયના તરૂણ તરૂણીઓ ભાગ લીધો

હયુસ્‍ટનઃ અમેરિકામાં ચિન્‍મય મિશન હયુસ્‍ટનના ઉપક્રમે તાજેતરમાં ૧૧ જુનથી ૧૫ જુન ૨૦૧૮ દરમિયાન પાંચ દિવસિય સમર કેમ્‍પ યોજાઇ ગયો. જેમાં ૧૪ થી ૧૭ વર્ષ વચ્‍ચેની વયના તરૂણો તથા તરૂણીઓએ ભાગ લીધો હતો.

સમર કેમ્‍પમાં વેદિક મિશન વિષે જાણકારી આપવામાં આવી હતી. તથા શ્રીમદ ભગવત ગીતા ઉપર બ્રહ્માકુમારી શ્વેતા ચૈતન્‍યજીએ ઉદબોધન કર્યુ હતું આચાર્ય વિવેકજીએ સ્‍થિતપ્રજ્ઞ વિષે છણાંવટ કરી હતી.

પાંચ દિવસિય કેમ્‍પમાં મનોરંજન પ્રવૃતિઓના પણ આયોજનો કરાયા હતા. ઉપરાંત મૌન, આંતરિક જાગૃતિ, વકતૃત્‍વ, નિર્ભયતા, સહિતની બાબતો વિષયક આદાનપ્રદાન કરાયા હતા. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)