Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

યુ.એસ.માં વેસ્ટ શિકાગો મુકામે સિલ્વર સિનિયરની નવી શાખા ખુલ્લી મુકાઈ : આર્યસમાજ મંદિર ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં 150 ઉપરાંત સિનિયરોની ઉપસ્થિતિ

 

મે મહિનાની ૧૯મી શિકાગો ની દુર આવેલા વેસ્ટ શિકાગો મુકામે સિલ્વર સીનીયરએ એક નવીન શાખાનો પશ્ચિમ બાજુના સિનિયરોને લાભ મળે તે હેતુથી ઉદઘાટન સમારોહ નું આયોજન આર્ય સમાજ મંદિરમાંકરવામાં આવેલ. પ્રસંગે ૧૫૦થી વધારે સીનીયરો તથા શિકાગો ના સીનીયર મંડળના પ્રતિનિધિઓ હાજર રહી શોભામાં અભીવૃદ્ધી કરેલ.પ્રસંગની શરૂઆત દીપપ્રાગટ્ય સ્પોન્સરો તથા સીનીયર ગ્રુપના પ્રતીનીધીયો દ્વારા કરાવવામાં આવેલ. સિલ્વર સીનીયર ના પ્રમુખ શ્રી શિરીષભાઈ પટેલે બધા મહાનુભાવોનું ફુલો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવેલ. પ્રસંગે ઇન્ડિયન સીનીયરના પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ  (માનવ સેવા મંદિર), શ્રી રમણભાઈ પટેલ (યુનાઇટેડ સીનીયર પરિવાર), સૂર્યકાંત પટેલ ( FIA ના માજી પ્રમુખ),તથા સૈલેશ રાજપૂત WHC શિકાગો ચેપ્ટરના ભૂતપૂર્વ સેક્રેટરી તથા રીટા શાહે નવા ઓપેન થયેલ સિલ્વર સીનીયર ગ્રુપના કાર્યકર્તાઓને અભિનંદન તથા શુભકામનાઓ પાઠવેલ.   

 સિલ્વર સીનીયર ના પ્રમુખ શ્રી શિરીષભાઈ પટેલે જણાવ્યુંકે નવીન શાખા ખોલવાથી શિકાગોની પશ્ચિમ બાજુ રહેતા સીનીયરો લાભ લઈ શકે. તથા અમો સીનીયરો ને કલ્ચરલ પ્રવૃત્તિ, મનોરંજન જન્મ દિવસની ઉજવણી,ઈમિગ્રેશન ને લગતી માહિતીતથા દરેકના સુખ દુખ ના ભાગીદાર બનીયે અંગેની વધુ માહિતી માટે અમારા કારોબારી સભ્યો પ્રમુખ શિરીષભાઈ પટેલ, ઉપ પ્રમુખ પીનાકીનભાઈ પટેલ, સેક્રેટરી સોનલબેન દેસાઈ, નિરંજનભાઈ નથવાણીપ્રતિભા જયરથ ફિલ્મી ગીતો ગાઈ બધાને મનોરંજન પૂરું પાડેલ.

 

તેવું માહિતી અને ફોટા શ્રી જયંતી ઓઝા દ્વારા જાણવા મળે છે.

 

(12:16 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST