Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગાંધી બાપુની 150 મી જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની સંયુક્ત ઉજવણી કરાશે : અમેરિકામાં DFW ગુજરાતી સમાજ દલાસના ઉપક્રમે 13 જુલાઈ 2019 શનિવારના રોજ યોજાનારો પ્રોગ્રામ

દલાસ : DFW ગુજરાતી સમાજ દલાસ અને શાંતિ કલચેરલ દવેરા તારીખ ૧૩ મી જુલાઈ  ૨૦૧૯ ને શનિવારે સાંજે ૭;૩૦ વાગે ગાધીજી બાપુની ૧૫૦ મી જયંતી અને રાષ્ટીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની જન્મ જયંતીની સંયુક્ત ઉજવણી દલાસ માં કરવામાં આવશે.....  આ પ્રસંગે ગાયકશ્રી નિતિન દેવકા અને શ્રીમતિ મંજરી મેઘાણી પધારનાર છે. તાલ સંગીત શ્રી રમેશ બાપોદરા આપશે , શ્રી નિતિન દેવકા સુગમ સંગીત,ગઝલ,છંદો-લોકગીતો રજૂ કરશે... શ્રી ઝવેરચંદ મેઘાણી ના પૌત્રી શ્રીમતિ મંજરી મેઘાણી પોતાની રચેલી રચના ( ગીતો ) રજુ કરશે .... તેઓ પોતાના ગીતોના સ્વયંમ નિર્મેલા ઢાળોના જાણ્કાર છે. શ્રી રમેશચંદ્ર બાપોદરા એક સર્મથ તબલા પખવાદ વાદક છે..

સ્થળ:- 8888 N. MacArther Blvd, Valley Ranch, Irving, TX – 75063 પ્રવેશ મેળવવા સંપર્ક : MeraTicket.com, સોનક દેસાઈ 214 641 7556... mahesh shah 214 837 636 Dinesh mali 469 585 2888   sudhir dave 817 638 6324-449-8712

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:07 pm IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST