Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

યુ.એસ.માં IHCNJના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ રવિવારના રોજ ''ફ્રી હેલ્થફેર'': બાલાજી ટેમ્પલ બ્રિજવોટર, ન્યુજર્સી મુકામે યોજાનારા કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૪ જુન ૨૦૧૯

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી (IHCNJ)ના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ રવિવારના રોજ ફ્રી હેલ્થફેરનું આયોજન કરાયું છે.

શ્રી વેંકટેશ્વર ટેમ્પલ (બાલાજી મંદિર) કોમ્યુનીટી સેન્ટર,૧, બાલાજી ટેમ્પલ ટેમ્પલ ડ્રાઇવ, બ્રિજવોટર, ન્યુજર્સી મુકામે યોજાનારા હેલ્થફેરનો સમય સવારે ૮-૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.

વિનામૂલ્યે રોગોના નિદાન તથા રોગો તથા અટકાવવા માટે યોજાનારા આ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, EKG, આંખોની  તપાસ, ફીઝીકલ એકઝામીનેશન,કાર્ડીઆક નિદાન, કેન્સર નિદાન દાંતની તપાસ, ફીઝીકલ થેરાપી, ફાર્સસી, ડાએટરી, વેઇટ મેનેજમેન્ટ, તથા મેન્ટલ હેલ્થ સહિતની ચકાસણી ઉપરાંત રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાશે. જેનો લાભ ૪૦ વર્ષથી વધુ વયના તથા મેડીકલ ઇન્સ્યુરન્સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો લઇ શકશે.

વિશેષ માહિતી WWW.IHCNJ.ORG  ઉપર Events કિલક કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જે માટે ૧૦ ડોલર રીફન્ડેબલ ડીપોઝીટ  ''Venmo'' દ્વારા ભરવાની રહેશે. જે માટેની છેલ્લી તારીખ ૧૪ જુન ૨૦૧૯ છે.

વિશેષ માહિતી માટે શ્રી શિરીષ પારેખ ૯૦૮-૪૬૮-૭૮૨૯, અથવા ડો. તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા અથવા tpatel434@yahoo.com દ્વારા મળી શકશે. તેવું ડો.તુષાર પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST