Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

''જગન્નાથ રથયાત્રા'': અમેરિકાના હયુસ્ટનમાં ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ ઉજવાનારા ઉત્સવનો ધમધમાટ શરૃઃ ભગવાન જગન્નાથજી , સુભદ્રાજી, તથા બલભદ્દજીના રથને ખેંચવાનો લહાવોઃ ઓડિસી ડાન્સ, પંજાબી ભાંગડા, ભરત નાટયમ, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ ઓરિસ્સા કલ્ચર સેન્ટર તથા શ્રી સીતારામ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ઉજવાનારો ઉત્સવ

 

 

 

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ ''જગન્નાથ રથયાત્રા''ના આયોજન માટે પૂર્વ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

ઓરિસ્સા કલ્ચર સેન્ટર તથા શ્રી સીતારામ ફાઉન્ડેશનના ઉપક્રમે ઉજવાનારી ૧૨મી વાર્ષિક રથયાત્રા ઇન્ડિયા હાઉસ ખાતે યોજાશે. જે ''સંસ્કૃતિ ઓ-સગંમ'' તરીકે ઓળખાશે. રથયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ભરત નાટયમ, ઓડિસી ડાન્સ, પંજાબી ભાંગડા કવ્વાલી સહિતની કતિઓ રજુ કરાશે તથા ભગવાન જગન્નાથજી, સુભદ્દાજી તથા બલભદ્દજીના રથને ખેંચવાનો લહાવો લેવાશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે. 

 

(7:58 pm IST)