Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઈઝરાઈલમાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા : અન્ય એક ભારતીય ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ

તેલઅવીવ : ઈઝરાઈલમાં ભાડાના મકાનમાં રહેતા 4 ભારતીયો વચ્ચે ઝગડો થતા મામલો હત્યામાં પરિણમ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ 4 ભારતીયો એક ભાડાના મકાનમાં રહેતા હતા.જેમની વચ્ચે  શનિવારે ઝગડો થતા એક ભારતીય ઉપર ચાકુથી હુમલો થતા તેનું મોત નીપજ્યું હતું જયારે બીજાને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.

મૃતક ભારતીય કેરળનો વતની 50 વર્ષીય  જીરોમ આર્થર ફિલિપ તરીકે ઓળખાયેલ છે.જયારે અન્ય ભારતીય પણ કેરળનો જ વતની છે.જે પિટર જેવિઅર તરીકે ઓળખાયેલ છે.જેની ઉંમર 60 વર્ષ છે.તે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

(6:30 pm IST)
  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST