Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

યુ.એસ.માં કાર અકસ્માતે ઇન્ડિયન અમેરિકન યુવાન મુકેશ દેશમુખ તથા તેની 3 વર્ષીય પુત્રી દિવિજાનું કરુણ મોત

નોર્થ કેરોલીના :  યુ.એસ.માં કાર અકસ્માતે ઇન્ડિયન અમેરિકન  37 વર્ષીય યુવાન મુકેશ દેશમુખ તથા તેની 3 વર્ષીય પુત્રી દિવિજાનું કરુણ મોત નિપજયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ માસુમ પુત્રી દિવિજાનો 3 જો જન્મદિવસ ઉજવવા પરિવાર  મર્ટલ બીચ જઈ રહયો  હતો  ત્યારે સામેથી આવતા ગોઝારા ટ્રકએ ટક્કર મારતા પિતા પુત્રીનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું જયારે કાર ચાલક 36 વર્ષીય મોનિકાને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાતા તેને સમયસર સારવાર મળી જતા ભયમુક્ત જાહેર કરાયેલ છે.

સદગત મુકેશ વિપ્રો ટેક્નોલોજીમાં રાલે મુકામે નોકરી કરતા હતા.તેમના પરિવારજનોને  જાણ કરાતાં તેઓ તાત્કાલિક અમેરિકા જવા રવાના થઇ ગયા છે.

(12:29 pm IST)
  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST