Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમેરિકામાં હયુસ્‍ટન ચેપ્‍ટર ઓફ હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ દ્વારા હિન્‍દુ સંગઠન દિવસ ઉજવાયોઃ ૪૦ ઉપરાંત હિન્‍દુ ઓર્ગેનાઇઝેશન્‍શની ઉપસ્‍થિતિ

હયુસ્‍ટનઃ યુ.એસ.ના ટેકસાસમાં હયુસ્‍ટન ચેપ્‍ટર ઓફ હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ (HSS) USAના ઉપક્રમે ૧ જુન ૨૦૧૯ શનિવારના રોજ ૧૪મો વાર્ષિક હિન્‍દુ સંગઠન દિવસ ઉજવાઇ ગયો.

શ્રી ક્રિશ્ન વૃંદાવન ટેમ્‍પલમાં કરાયેલી ઉજવણીમાં જુદા જુદા ૪૦ ઉપરાંત હિન્‍દુ ઓર્ગેનાઇઝેશન્‍શ જોડાયા હતા. જે અંતર્ગત એકાત્‍મકતા મંત્રનું ગાન કરાયું હતું. તથા હિન્‍દુ ધર્મના ફેલાવા માટે વિચાર વિનિમય કરાયો હતો.

આ તકે શ્રી અરૂણ કંકાનીએ મુખ્‍ય વકતા તરીકે ઉદબોધન કર્યુ હતું. બાદમાં સંઘની પ્રાર્થનાનું ગાન કરાયું હતું. તથા HSSના પ્રેસિડન્‍ટ શ્રી સુભાષ ગુપ્‍તાએ આભાર દર્શન કર્યુ હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(8:22 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST