Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયાન મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

 

(ફોટો.gandhi)પ્રિન્‍ટ મુજબ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં મહાત્‍મા ગાંધીના ૧૫૦મા જન્‍મદિવસની ઉજવણી માટે યોજાનારા ‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'' પ્રોગ્રામને ભવ્‍ય સફળતા અપાવવાના હેતુથી તારીખમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આ પ્રોગ્રામની તારીખ ૧૪,૧૫ તથા ૧૬ ડીસેં. ૨૦૧૮ કરવામાં આવી છે.

ન્‍યુજર્સી કન્‍વેન્‍શન એન્‍ડ એક્ષપોઝીશન સેન્‍ટર ૯૭, સનફિલ્‍ડ એવ ન્‍યુજર્સી મુકામે થનારી આ ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત મહાત્‍મા ગાંધીના જીવન પ્રસંગો દર્શાવતા ચિત્રો, સાહિત્‍ય, ફિલ્‍મ, ખાદીનું મહત્‍વ, સાંસ્‍કૃતિ કાર્યક્રમો, તથા મહાત્‍મા ગાંધીનો સંદેશ સાથે મહાનુભાવોના ઉદબોધનોનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે આમંત્રિત કરાયેલા મહાનુભાવો તથા વકતાઓમાં સોશીઅલ વર્કર શ્રી અરૂણ ગાંધી, અમેરિકન એડવોકેટ શ્રી માર્ટિન લ્‍યુથર કિંગ થર્ડ, પોલિટીશીઅન થીઓરિસ્‍ટ લોર્ડ ભીખુ પારેખ, ગુજરાત વિદ્યાપીઠ ચાન્‍સેલર સુશ્રી ઇલા ભટ્ટ, ગાંધી રિસર્ચ ફાઉન્‍ડેશનના શ્રી અશોક જૈન, તથા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્‍સેલર પ્રોફેસર સુદર્શન આયંગરનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતી માટે ગાંધીઅન સોસાયટી ૭૩૨-૪૦૭-૫૦૧૩, ખાદી એનડ હેલ્‍ડલૂમ હાઉસ ૭૩૨-૩૭૯-૪૪૯૮, અથવા www.gandhigoingglobal.orgનો સંપર્ક સાધવા ગાંધીઅન સોસાયટી વતી શ્રી ભદ્‌ બુટાલા +૧ ૭૩૨-૪૦૭-૫૦૧૩ની યાદીમાં જણાવાયું છે.

(10:51 pm IST)