Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ઓસ્ટ્રેલીયાના પર્થ મુકામે શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાઃ આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં સર્વ પ્રથમ નૂતન મંદિરની સ્થાપના પ્રસંગે દિવ્યાંગ બાળકોને ડોનેશન તથા વૃક્ષારોપણના આયોજનો કરાયા

ઓસ્ટ્રેલીયા :  શ્રી સ્વામીનારાયણ ગાદી ના આચાર્ય શ્રી પુરૂષોતમદાસજી મહારાજ દ્વારા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે રૂા. ૧૮ કરોડની લાગતથી સર્વ પ્રથમ નૂતન શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરી છે. સર્વ પ્રથમ ઓસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના અંતર્ગત સ્કૂલના દિવ્યાંગ બાળકોના લાભાર્થે સંસ્થાન દ્વારા મુખ્ય મહેમાન તરીકે પધારેલ બેઝવોટર સીટીના મેયર મિ.ડન બુલ અને ડેપ્યુટી મેયર મિ.ક્રિસ કોર્નિસ ની ઉપસ્થિતિ માં એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરવામાં આવ્યું હતું. અને વૃક્ષારોપણ પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર મિ.ડન બુલે જણાવ્યું હતું કે પરમ પૂજય આચાર્ય મહારાજ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરીને આમારા હ્યદય ને પુલકિત કરી દીધું છે, જયારે વૃક્ષારોપણ કરીને પણ દેશનો પોલ્યુશન મુકતનો અભિગમ એ પણ આવકાર દાયક કાર્ય કર્યુ છે.

આ પ્રસંગે પરજ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે સંસ્કૃતિક સાથે સંસ્કાર સિંચનનું જતન જે વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે.

દેશ તેમજ લંડન, આફ્રિકા, નાઇરોબી, બોલ્ટન, અરૂસા વિગેરે દેશોમાંથી પણ હરિભકતોનો સમૂહ ઉપસ્થિત રહયો હતો. 

તેવું સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી મહંત શ્રીની આજ્ઞાથી શ્રી ચંદુભાઇ વારીયાની યાદી જણાવે છે.

(7:20 pm IST)
  • testing title access_time 10:45 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST