Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઈઝરાયલમાં લોકડાઉન વચ્ચે પણ 300 લોકો ધાર્મિક સ્થળે ભેગા થયા : તમામની ધરપકડ

જેરુસલેમ : ઈઝરાયલમાં લોકડાઉનના ભંગ બદલ પોલીસે 300 લોકોની  ધરપકડ કરી છે.આ લોકો લોકડાઉન વચ્ચે પણ ધાર્મિક સ્થળે ભેગા થયા હતા.
માઉન્ટ મેરોનમાં આવેલા આ ધાર્મિક સ્થળે  ભેગા થયેલા યહૂદીઓને  વિખેરતી વખતે તેઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલમાં લોકડાઉન દરમિયાન 20 થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ છે.

(1:15 pm IST)