Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

યુ.કે.માં લેસ્ટર સ્થિત ભારતીય મૂળની બીબીસી રિપોર્ટર સાથે વંશીય ટિપ્પણી કરવા બદલ એક નાગરિકની ધરપકડ : કોર્ટમાં રજુ કરાયો

લેસ્ટર : યુ.એસ.માં લેસ્ટર સ્થિત ભારતીય મૂળની બીબીસી રિપોર્ટર  સુશ્રી સીમા કોટેચા ઉપર વંશીય ટિપ્પણી કરવા બદલ એક 50 વર્ષીય નાગરિકની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
        પ્રાપ્ત માહિતી મુજબ લેસ્ટર સીટી સેન્ટરના એક કાર્યક્રમના પ્રસારણની આ રિપોર્ટર તૈયારી કરી રહી હતી.જેમાં રવિવારે પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને કરેલા ઉદ્બોધનનો અહેવાલ પ્રસારિત કરવાનો હતો તે સમયે આ સંવાદ દાતા સુશ્રી સીમા સાથે વંશીય ટિપ્પણી કરી દુર્વ્યવહાર થતા કાર્યક્રમ અટકાવી દેવાયો હતો.તથા આ ટિપ્પણી કરનાર સખ્શ વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી.જેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

(7:30 pm IST)