Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અડધો અડધ ઇન્ડિયન અમેરિકન નાગરિકો ડેમોક્રેટ : માત્ર 18 ટકા રિપબ્લિકન : કુલ મતદાનમાં 5 ટકા હિસ્સો ધરાવતા એશિયન અમેરિકન નાગરિકો ચૂંટણીમાં મહત્વનું પરિબળ બની રહ્યા છે : PEW રિસર્ચ સેન્ટરનો સર્વે

વોશિંગટન : છેલ્લા 20 વર્ષ દરમિયાન એટલે કે 2000 થી 2020 ની સાલ દરમિયાન યુ.એસ.માં એશિયન અમેરિકન નાગરિકોની વસ્તી ડબલ ઉપરાંત થઇ જવા પામી છે.જેઓ કુલ મતદાનમાં  5 ટકા હિસ્સો ધરાવે છે.તેમછતાં અમેરિકાના અમુક સ્ટેટમાં તેઓ નિર્ણાયક પરિબળ તરીકે ઉભરી રહ્યા છે.જે પૈકી અડધો અડધ ઇન્ડિયન અમેરિકન નાગરિકોનો ઝોક ડેમોક્રેટ પાર્ટી તરફ છે.જયારે માત્ર 18 ટકા રિપબ્લિકન પાર્ટીના અનુયાયી છે. તેવું  PEW રિસર્ચ સેન્ટરના  સર્વે દ્વારા જાણવા મળે છે.
સર્વેમાં જાણવા મળ્યા મુજબ યુ.એસ.માં એશિયન અમેરિકન મતદારોની 2018 ની સાલમાં સંખ્યા 6.9 મિલિયન થઇ ગઈ છે.જે પૈકી 60 ટકા નાગરિકો આગામી ચૂંટણીમાં મત આપી શકશે જે કુલ મતદારોના 4.7 ટકા જેટલી સંખ્યા થવા જાય છે.
         આ એશિયન અમેરિકનોની સહુથી વધુ વસતિ કેલિફોર્નિયામાં છે.જે 35 ટકા છે.જ્યાં 36 લાખ જેટલા એશિયન અમેરિકન વસે છે.બીજા ક્રમે 9 લાખ 20 હજાર ન્યુયોર્કમાં અને 6 લાખ 98 હજાર જેટલા એશિયન અમેરિકન ટેક્સાસમાં છે.જેઓ જે તે સ્ટેટની ચૂંટણીમાં મહત્વનું પરિબળ પુરવાર થઇ શકે છે.તેવું સર્વેમાં જાણવા મળે છે.

(6:26 pm IST)