Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

" ઓનલાઇન પ્રાર્થના સભા " : અબુધાબી ખાતેના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 14 મે ના રોજ યોજાનારો પ્રોગ્રામ : કોરોના વાઇરસ સામેના જંગમાં તમામ લોકોને સંગઠિત કરવાનો હેતુ

અબુધાબી : અબુધાબી ખાતેના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 14 મે ના રોજ ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.જેનો હેતુ કોરોના વાઇરસ સામેના જંગમાં તમામ લોકોને સંગઠિત કરવાનો છે.

માનવતા માટેની આ પ્રાર્થના સભામાં સ્થાનિક હિંદુઓ દ્વારા ભક્તિ ગીતો ,વિડિઓ ,મંત્ર જાપ ,ધ્યાન ,સહિતના કાર્યક્રમો રજુ કરાશે
ઓનલાઇન પ્રાર્થનામાં જોડાવા માટે " પ્રેયર્સ ડોટ મંદિર ડોટ એઇ " દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)