Gujarati News

Gujarati News

News of Saturday, 9th May 2020

દુનિયામાં આવી તો કંઈક બીમારીઓ આવી અને ગઈ : કોરોના વાઇરસ કોઈ પણ જાતના વેક્સીન વિના જતો રહેશે : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મંતવ્ય

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ગઈકાલે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ કોઈપણ જાતની વેક્સીન વિના જતો રહેશે

તેમણે ઉમેર્યું હતું કે આ અગાઉ પણ અનેક મોટી બીમારીઓ દુનિયામાં આવી ચુકી છે.જે જતી પણ રહી છે.અલબત્ત ,તેની વેક્સીન શોધાઈ હતી.જયારે કોરોના વાઇરસની વેક્સીન હજુ સુધી શોધી શકાઈ નથી.તેમછતાં મને વિશ્વાસ છે કે કોરોના વાઇરસની બીમારી તાત્કાલિક નહીં પણ આગળ જતા નાબૂદ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટનું આ મંતવ્ય એવા સમયે છે કે જયારે અમેરિકામાં કોરોના વાઇરસના કહેરથી 75 હજાર જેટલા લોકો મૃત્યુ પામી ચુક્યા છે.તેમજ ધંધા રોજગાર બંધ થઇ જવાથી બેરોજગારીનો દર ખુબ ઉંચો ગયો છે.

(11:34 am IST)