Gujarati News

Gujarati News

News of Saturday, 9th May 2020

શહેરી જીવનના દિવસો પુરા : હવે ગ્રામ્ય જીવનનો ક્રેઝ : કોરોના વાઇરસના કહેરને કારણે આર્થિક સંકટ ,હિંસા ,અને નશાથી વાજ આવી ગયેલા ઈટાલીના લોકો નાના ગામો તરફ વળ્યાં

રોમ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દઈ અનેક જિંદગીઓ તબાહ કરી દેનારા કોરોના વાઇરસથી ઈટાલીને ઘણું નુકશાન થયું છે.સંક્રમણનો ભોગ બનેલા અને મૃત્યુ પામી રહેલા લોકોની કૂદકે ને ભૂસકે વધી રહેલી સંખ્યાને કારણે તેમજ ધંધા રોજગાર પડી ભાંગવાને કારણે અનેક લોકો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે.તેમજ અનેક લોકો ગમ ભૂલવા નાશનું વધુ પડતું સેવન કરતા થઇ રહ્યા છે.

આ સંજોગોમાં 5 હજારથી પણ ઓછી વસતિ ધરાવતા નાના ગામોમાં જઈ શાંતિપૂર્ણ જીવન જીવવા માટે લોકો ગ્રામ્ય વિસ્તારો તરફ વળવા લાગ્યા છે. પરિણામે વેરાન થઇ ગયેલા નાના ગામોમાં રોનક આવવાનું શરૂ થઇ ગયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:54 am IST)