Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

OCI કાર્ડ ધરાવતા અને અમેરિકામા રહેતા ભારતીયોની વિઝામુક્ત યાત્રા રદ : ભારતમાં આંતર રાષ્ટ્રીય સેવાઓ ઉપર રોક હોવાથી 17 મે સુધી વતનમાં જવા ઉપર પાબંદી : યુ.એસ.સ્થિત દૂતાવાસે કરેલી ઘોષણાં

વોશિંગટન :  વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કર્યા મુજબ OCI કાર્ડ ધરાવતા અને અમેરિકામા રહેતા ભારતીયોની વિઝામુક્ત યાત્રા હાલની તકે રદ કરવામાં આવી છે. ભારતમાં આંતર રાષ્ટ્રીય સેવાઓ ઉપર રોક હોવાથી 17 મે સુધી વતનમાં જવા ઉપર પાબંદી મૂકી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત ગયેલા અમેરિકાના નાગરિકો કે જેઓની વિઝાની મુદત પુરી થઇ ગઈ છે.અથવા પુરી થવામાં છે તે તમામના વિઝાની મુદત ભારત સરકારે કોઈપણ જાતની ફી લીધા વિના 30 દિવસ માટે લંબાવી દીધી છે.

(1:20 pm IST)