Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

બ્રિટનમાં ભારતીય મૂળના યુવાનની હત્યા કરવાના આરોપસર 2 વ્યક્તિની ધરપકડ : લંડનમાં રહેતા 37 વર્ષીય બલજીત સિંહનો મૃતદેહ 25 એપ્રિલના રોજ મળી આવ્યો હતો

લંડન : ગયા મહિનાની 25 તારીખે લંડનમાં ભારતીય મૂળના યુવાન 37 વર્ષીય બલજીત સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા બે શકમંદ યુવાનની ધરપકડ કરવામાં આવી છે.20 અને 24 વર્ષના આ બે શકમંદ યુવાનોને હિરાસતમાં રાખવામાં આવ્યા છે.જેઓની ઉલટતપાસ ચાલુ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ બલજીત સિંહની હત્યા ગળું દબાવીને કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)