Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીને કોરોના પોઝિટિવ : ટ્રમ્પનો ફરીથી કોરોના ટેસ્ટ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિણામે ટ્રમ્પનો પણ ફરીથી કોરોના ટેસ્ટ કરાયો છે.જે નેગેટિવ આવ્યો છે.તેમછતાં તેઓના પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ તેમના અંતરંગ વર્તુળોમાં આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાની ગતિ તેજ કરી દેવામાં આવી છે.
ટ્રમ્પના ઉપરોક્ત સહયોગી વ્હાઇટ હાઉસમાં તહેનાત હોય છે.જે અમેરિકી સેનાના સદસ્ય હોય છે.તથા તેમને  પર્સનલ વોલેટ તરીકે ઓળખવામાં આવે છે.જેઓ પ્રેસિડેન્ટના પરિવારને ભોજન પીરસવા સુધીની તમામ કામગીરી બજાવતા હોય છે.આથી સમગ્ર વ્હાઇટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.સાથોસાથ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટનો પણ કોરોના ટેસ્ટ કરાયો છે.જે નેગેટિવ આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)