Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

''સેવિંગ બેબી ગર્લ્સ'': યુ.એસ.માં પિન્ક ફાઉન્ડેશન તથા ન્યુજર્સી સ્ટેટ AAPIના ઉપક્રમે ૧૯મે રવિવારે યોજાનારો પિન્ક ટાઇ ગાલા પ્રોગ્રામ

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સીઃ યુ.એસ.માં પિન્ક ફાઉન્ડેશન તથા ન્યુજર્સી સ્ટેટ AAPIના ઉપક્રમે આગામી ૧૯મે ૨૦૧૯ રવિવારના રોજ પિન્ક ગઇ ગાલા પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

દિવાન બેન્કવેટ, ૫૬૦ સ્ટેલ્ટોન રોડ, પિસ્કાટાવે ટાઉનશીપ, ન્યુજર્સી મુકામે સાંજે પાંચ વાગ્યે યોજાનારો આ વર્ષનો પ્રોગ્રામ ''સેવિંગ બેબી ગર્લ્સ''ને સમર્પિત રહેશે.

ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ગર્ભસ્થ પુત્રીઓનો જન્મ થતો અટકાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અથવા તો જન્મ પછી તેના પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. પુત્રની લાલસામાં પુત્રીઓનું નિકંદન જનરેટીક ગેપ ઊભો કરે છે. દર વર્ષે અંદાજે ૫૦ મિલીયન જેટલી શિશુ બાળકીઓ ગૂમ થાય છે. જે પૈકી ચોથા ભાગનીજ યુવાવસ્થા જુએ છે.

આ બદી નાબુદ કરવા માટે પિન્ક ફાઉન્ડેશન તથા જયોતિ સ્વરૂપ કન્યા આશારાએ દીકરીઓને આશ્રય, ખોરાક, તથા શિક્ષણ આપવાનું બીડુ ઝડપ્યુ છે. જેમાં ન્યુજર્સી સ્ટેટ AAPI ચેરીટી પાર્ટનર છે.

આવી બાળાઓના લાભાર્થે યોજાનારા આ પ્રોગ્રામમાં કોકટેલ, ડિનર, મ્યુઝીક તથા આર્ટ એકઝીબીશન, તેમજ સાયલન્ટ ઓકશનનું આયોજન કરાયું છે. જેમાં જોડાવા સહુને આમંત્રિત કરાયા છે.

વિશેષ વિગત તથા સ્પોન્સરશીપ માટે કિમ ગિલ ૬૦૯-૪૧૭-૧૧૬૩, સુશ્રી નિલુ મુધર ૭૩૨-૫૦૦-૪૪૮૫, સુશ્રી સંગીતા મલિક ૭૩૨-૩૨૨-૩૮૯૫, અથવા સુશ્રી રિતુ નારવાલનો ૭૩૨-૬૭૩-૪૭૨૨ દ્વારા સંપર્ક સાધી શકાશે.

પ્રોગ્રામમાં આવનારાઓએ પિન્ક કલરન વસ્ત્રો પહેરીને આવવા અનુરોધ કરાયો છે. પુરૂષો પિન્ક કલરની ટાઇ પહેરીને આવી શકે છે. તેવું શ્રી સચિન તથા શ્રી બાલક્રિશ્ન શુકલની યાદીમાં જણાવાયું છે.

(8:00 pm IST)