Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પાકિસ્તાનની યુવતીઓ સાથે લગ્ન કરી દેહ વ્યાપારમાં જોતરવાના આરોપસર 11 ચાઇનીસ નાગરિકોની ધરપકડ : આવતીકાલ 11 મે ના રોજ લાહોર કોર્ટમાં હાજર કરાશે

લાહોર : ચીન પાકિસ્તાન વચ્ચેના ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટના કારણે અનેક ચાઇનીસ પરિવારો પાકિસ્તાનમાં સ્થાયી થયા છે. આ પરિવારોના યુવાનો ઈસાઈ ગરીબ યુવતીઓને લગ્નની લાલચ આપી તથા સુખી લગ્ન જીવનના સપનાઓ બતાવી ચીન લઇ જાય છે.તથા ત્યાં દેહ વ્યાપારમાં જોડાવા મજબુર કરે છે.જેના અનુસંધાને લાહોર કોર્ટએ 11 ચાઇનીસ યુવાનોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે.જેઓને આવતીકાલ 11 મે ના રોજ કોર્ટમાં હાજર કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)